Main Menu

મુખ્યમંત્રી તરીકે મનોહર પરિકરની નિયુક્તિ,

Goa ના રાજ્યપાલ મૃદુલા સિન્હાએ મોડી રાત્રે રક્ષા મંત્રી મનોહર પરિકરને રાજ્યના મુખ્યમંત્રી નિયુક્ત કરી દીધા છે.રાજ્યપાલના સચિવ રૂપેશ કુમાર ઠાકુરે એક પરિપત્ર જાહેર કરીને રાજ્યપાલેગોવાના ભાજપ વિધાયક દળના નેતા પરિકરને રાજયના મુખ્યમંત્રી નિયુક્ત કર્યા છે.મનોહર પરિકરે ભાજપના ૧૩, મહારાષ્ટ્ર ગોમંતક પાર્ટીના ત્રણ ધારાસભ્ય,ગોવા ફોરવર્ડ પાર્ટીના ત્રણ ધારાસભ્યો અને બે અપક્ષ ઉમેદવારના સમર્થન સાથેનો પત્ર રાજ્યપાલને સુપત્ર કર્યો હતો. રાજ્યપાલે પરિકરને ૧૫ દિવસની અંદર બહુમત સાબિત કરવા માટે જણાવ્યું છે. મનોહર પરિકર આવતીકાલે શપથ ગ્રહણ કરશે.

આ પૂર્વે મનોહર પરિકરે રવિવારે બપોરે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે મનોહર પરિકર ગોવાના મુખ્યમંત્રી બનશે તે પૂર્વે કેન્દ્રીય મંત્રીનું પદ છોડી દેશે.

ગોવા વિધાનસભાની કુલ ૪૦ બેઠકો માટે ચુંટણી યોજાઈ હતી. જેના પરિણામ પર નજર કરીએ તો જણાશે કે ૪૦ માંથી ૧૭ બેઠકો એટલે ૪૩ ટકા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. જયારે ભાજપને ૧૩ બેઠક મળી છે અને અન્યના ફાળે ૧૦ બેઠક ગઈ છે. આમ ગોવામાં પણ કોંગ્રેસ એક સીંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવી છે. પરંતુ ભાજપે હારાષ્ટ્ર ગોમંતક પાર્ટીના ત્રણ ધારાસભ્ય , ગોવા ફોરવર્ડ પાર્ટીના ત્રણ ધારાસભ્યો અને બે અપક્ષ ઉમેદવારના સમર્થન સાથેનો પત્ર રાજ્યપાલને સુપત્ર કર્યો હતો. જેના આધારે રાજયપાલે મનોહર પરિકરને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે.


Comments are Closed